બનાસકાંઠામાં બે ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ….

Published on: 10:14 am, Wed, 6 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બનેલી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુરના એસબીપુરા ભાટિયા પાસે બે ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર રાજસ્થાનથી ઘેટાં ભરીને ગુજરાત આવી રહેલા ટ્રકને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર સહિત ટ્રકમાં સવાર બે લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનામાં ટ્રકમાં ભરેલા ઘેટા બકરાના પણ મૃત્યુ નીપજ્યા છે.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોને મૃતદેહ ટ્રકમાંથી બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ટ્રક ચાલક બતાયા ખાન, વલીખાન સિંધી, માલકખાન સિંધીના મૃત્યુ નીપજયા છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓનો સિલસીલો યથાવર્થ જોવા મળી રહ્યો છે. લગભગ બે ત્રણ દિવસ પહેલા પણ છાપી નજીક સિક્સ લાઈન હાઈવે પર ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ત્યારે ગઈકાલે પાલનપુર એસબીપૂરા ભાટિયા નજીક બે ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં પણ ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બનાસકાંઠામાં બે ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ…."

Leave a comment

Your email address will not be published.


*