હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં પણ ઘણા લોકો અંધશ્રદ્ધા પાછળ દોટ મૂકી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી છે જેમાં અંધશ્રદ્ધાના કારણે માસુમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
ત્યારે હાલમાં બનેલી એક ઘટના અરવલ્લીના મેઘરજના અંતરિયાળ એવા પંચાલ ગામમાંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પંચાલ ગામમાં 14 વર્ષની દીકરી સોનલ વહેલી સવારે પોતાના ઘરની આગળ ઘાસ કાપવાનું કામ કરતી હતી.
એવામાં એક ઝેરીલા સાપે સોનલને હાથની હથેળીમાં ડંખ માર્યો હતો. જેના કારણે સોનલે બૂમાબૂમ કરી હતી અને તે ત્યાં જ ઢળી પડી હતી. જેના કારણે આસપાસના પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. પરિવારના સભ્યો સોનલને હોસ્પિટલ ન લઈ ગયા પરંતુ અંધશ્રદ્ધામાં પરોવાઈને પરિવારના સભ્યો સોનલને સાપનું ઝેર ઉતારવા માટે એક ભુવાજી પાસે લઈ ગયા હતા.
પરંતુ ત્યાં સોનલને સારું ન થયું એટલે છેવટે પરિવારના સભ્યો સોનલને સારવાર માટે મેઘરાજ જલારામ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સોનલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. અંધશ્રદ્ધા ના કારણે 14 વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો બાળકીને પરિવારના સભ્યો ભુવાજીની પાસે લઈ જવાની જગ્યાએ સૌપ્રથમ હોસ્પિટલ લઈ ગયા હોત તો આજે દીકરીનો જીવ બચી ગયો હોત. એટલા માટે મિત્રો તમે પણ કોઈ દિવસ આ પ્રકારની અંધશ્રદ્ધામાં પડતા નહીં અને જો કોઈ પડતું હોય તો તેને પણ રોકજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment