Chhattisgarh accident: હાલમાં બનેલી એક અભયંકર અકસ્માતની(Chhattisgarh accident) ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કારે રસ્તા પર ચાલીને જતી 14 વર્ષની વિદ્યાર્થીનીને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માસુમ બાળકી ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને જમીન પર પડી હતી. આ કારણસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું મોત થયું હતું.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે 100 થી પણ વધારે સ્પીડમાં આવતીકાલે રોડના કિનારે ચાલીને જતી બે છોકરીઓ માંથી એક છોકરીને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટના છત્તીસગઢના બિલાસપુરમાંથી સામે આવી રહી છે.
મૃત્યુ પામેલી દીકરીનું નામ સિમરન છે અને તેની ઉંમર 14 વર્ષની છે. સિમરન ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સિમરન પોતાના કાકાની 12 વર્ષની દીકરી સાથે દુકાન ઉપર ગઈ હતી. દુકાનેથી બંને બહેનો ઘર તરફ આવી રહી હતી. આ દરમિયાન સવારે 11 વાગ્યાની આસપાસ બંને બહેનો મેન રોડની કિનારે ચાલીને ઘરે આવતી હતી.
આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઝડપી કારે સિમરનને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સિમરનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
100 સ્પીડમાં આવતી ઝડપી કારે 14 વર્ષની બાળકીને ફૂટબોલની જેમ હવામાં ઉડાડી, બાળકીનું ઘટના સ્થળે મોત… જુઓ મૃત્યુનો લાઈવ વિડિયો… pic.twitter.com/m5rfxYoqvP
— GUJJU ROCKZ (@gujju_rockz) June 9, 2023
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. માત્ર 14 વર્ષની દીકરીનું મોત થતા જ પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment