સવારમાં સર્વિસ રોડ પર યોગા અને કસરત 6 બાળકોને બેકાબુ ટ્રક ચાલકે કચેરી નાખ્યા, 3 બાળકોના ઘટના સ્થળે મોત… હાઈવે રોડ બાળકોના મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

Published on: 1:47 pm, Fri, 9 June 23

Uttar Pradesh, Jhansi Accident: આજરોજ સવારના સમયે બનેલી એક દર્દનાક અકસ્માતની(Jhansi Accident) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બેકાબુ ટ્રક ચાલકે 3 બાળકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં 3 બાળકોના ઘટના સ્થળે મોત(3 children died) થયા હતા. જ્યારે અન્ય 3 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને હાલમાં તેમની હાલત ખૂબ જ ગંભીર છે.

આ અકસ્માતની ઘટના કાનપુર-ઝાંસી હાઇવે રોડ પર સવારના 6:00 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ટ્રકના ક્લીનરને લોકોએ પકડી પાડ્યો હતો. આ ઘટના ઉત્તરપ્રદેશના ઝાંસીમાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત થયેલા બાળકોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ગામના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે પોલીસે ઘટના સ્થળે બંદોબસ્તી ગોઠવી દીધી હતી.

બળતી માહિતી અનુસાર ટ્રક કાનપુર થી ઝાંસી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન એક જ ગામના છ બાળકો હાઇવેની સર્વિસ લેનની બાજુમાં યોગા અને કસરત કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ બેકાબુ બનેલા ટ્રકે તેમને કચડી નાખીયા હતા. અકસ્માતની ઘટનામાં 12 વર્ષના અભિરાજ, 14 વર્ષના અભિનવ અને 21 વર્ષના અર્જુન યાદવનું મોત થયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઊંઘી ગયો હતો અને ટ્રકની સ્પીડ વધારે હતી જેથી આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. ડ્રાઇવરની ધરપકડ થયા બાદ કયા કારણોસર ટ્રક બેકાબુ બન્યો તેનું ચોક્કસ કારણ જાણવા મળશે. હાલમાં તો આ ઘટનામાં એક જ ગામના ત્રણ બાળકોના મોત થતા આખું ગામ હિબકે ચડયું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સવારમાં સર્વિસ રોડ પર યોગા અને કસરત 6 બાળકોને બેકાબુ ટ્રક ચાલકે કચેરી નાખ્યા, 3 બાળકોના ઘટના સ્થળે મોત… હાઈવે રોડ બાળકોના મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*