મિત્રો આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં પોતાના જીવનથી કંટાળીને જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં એક 12 વર્ષની માસુમ દિકરીએ ઘરના આંગણામાં આવેલા લીમડાના ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું.
ઘરના આંગણામાં દીકરીનું લટકતું મૃતદેહ જોઇને માતા-પિતાની ચીસો નીકળી ગઈ. મળતી માહિતી અનુસાર આ પગલું ભરતા પહેલા માસુમ દિકરીએ Youtube ઉપર લીવર સિરોસિસની બીમારી વિશે ઘણું બધું સર્ચ કર્યું હતું. ત્યારબાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું લીધું.
મૂળ હરદોઈ રહેવાસી રામરતન નામનો યુવક લાંબા સમયથી નોઈડાના ગીજોડ ગામની માતા કોલોની માતા તેના પરિવાર સાથે રહે છે. થોડાક મહિનાઓથી તેની 12 વર્ષની દીકરી સોનાક્ષી ની તબિયત સારી રહેતી ન હતી. તેથી રામરતન પોતાની દીકરીને દવાખાને તપાસ માટે લઈ જાય છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માસુમ દીકરીને તો લીવર સિરોસિસ નામની ગંભીર બીમારી છે. આ બીમારીની જાણ થયા બાદ દીકરી ખૂબ જ પરેશાન રહેતી હતી. મળતી માહિતી અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે, દીકરીએ મોબાઈલ ફોન ઉપર ઘણી બધી વખત પોતાની બીમારી વિશે સર્ચ કર્યું હતું.
દીકરીએ જ્યારે બીમારી વિશે સર્ચ કર્યો ત્યારે તેને ખબર પડી કે બીમારીના સારવાર માટે ઘણો બધો ખર્ચો થશે. તેની પરિવારની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. જેના કારણે તેને પોતાના પરિવારનું વિચારીને આ પગલું ભરી લીધું. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે દીકરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે દીકરીને થયેલી બીમારીનો ખર્ચો ખૂબ જ વધારે હતો અને તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. જેના કારણે દીકરીએ આ પગલું ભર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment