હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. બગીચામાં બનાવેલા વોટર રિચાર્જિંગ ખાડામાં ડૂબી જવાના કારણે એક 12 વર્ષના માસુમ બાળકનું મૃત્યુ થયું છે. બાળક પોતાના બે મિત્રો સાથે અહીં નાહવા માટે આવ્યો હોય છે. આ દરમિયાન તેનો પગ કાદવમાં ફસાઈ જાય છે અને તે ઊંડા પાણીમાં ઉતરી જાય છે. દ્રશ્યો જોઈને તેના મિત્રો મદદ માટે આમ તેમ દોડવા લાગે છે. પરંતુ કોઈ મદદ માટે આવે તે પહેલા તો પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. આ ઘટના ઇન્દોરના દ્વારકા પૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના સત્યદેવ નગરીની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સૂર્યદેવ નગરીમાં રહેતા 12 વર્ષે યુગ નામના બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
બાળક બપોરે 2:00 વાગ્યાની આસપાસ પોતાના મિત્રો સાથે ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન યુગ અને તેના બે મિત્રો રમતા રમતા સત્યદેવ નગરના બગીચામાં પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર અહીં તેઓ કોર્પોરેશન દ્વારા વોટર રિચાર્જિંગ સિસ્ટમ માટે ખોદવામાં આવેલા ખાડામાં નાહવા માટે ઉતર્યા હતા.
નહાતી વખતે અચાનક યુગનો પગ કાદવમાં ફસાઈ જાય છે અને તે ઊંડા વિસ્તારમાં ચાલ્યો જાય છે. લગભગ પાંચથી સાત ફૂટ ઊંડાઈમાં યુગ ચાલ્યો ગયો હતો. યુગ બહાર નીકળી શકે તેમ ન હતો, તેથી તેના મિત્રો માગવા માટે જાય છે. પરંતુ અહીં લોકો મદદ માટે પહોંચે તે પહેલા તો ડૂબી જવાના કારણે યુગનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
યુગના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. યુગ ધોરણ પાંચ માં અભ્યાસ કરતો હતો. ના પિતા શાકભાજી વેચવાનું કામ કરે છે. મળતી માહિતી અનુસાર નગરપાલિકાએ એક વર્ષ પહેલા અહીં વોટર રિચાર્જિંગ માટે ખોદકામ કર્યું હતું. જેમાં ચારે બાજુ લોખંડની જાળીની બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી હતી.
પરંતુ કેટલાક આળવીતરા લોકોએ આ બાઉન્ડ્રી વિખી નાખી હતી. તેથી અહીંના લોકોએ ફરીથી બાઉન્ડ્રી વોલ બનાવવા માટે કોર્પોરેશનને ફરિયાદ કરી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment