ભારતના સૌથી ધનિક વ્યક્તિઓ એવા મુકેશ અંબાણીને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. મુકેશ અંબાણીએ પોતાનો ધંધો દેશ-વિદેશમાં ખૂબ જ મોટા પાયે વિકસિત કર્યો છે. પોતાની કંપનીને આ મુકામ સુધી પહોંચાડવા માટે મુકેશ અંબાણીએ દિવસ રાત મહેનત કરી છે. તમે સૌ જાણતા જશો કે મુકેશ અંબાણી પાસે મુંબઈમાં એન્ટેલિયા નામનું ખૂબ જ આલીશાન ઘર છે.
આ ઘરને દુનિયાનું સૌથી મોંઘુ ઘર માનવામાં આવે છે અને દુનિયાના તમામ એસો આરામ આ ઘરમાં છે. આ ઉપરાંત મુકેશ અંબાણી પાસે દુનિયાના વિવિધ દેશોમાં ઘર છે. પરંતુ આજે અમે તમને મુકેશ અંબાણીના એક એવા ઘર વિશે વાત કરવાના છીએ જેના વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. તેમનું ઘર ગુજરાતના આ નાનકડા એવા ગામમાં આવેલું છે અને કહેવાય છે કે આ ઘર સો વર્ષ જૂનું છે.
તો ચાલો જાણીએ તેમના આ ઘર વિશે. મિત્રો તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીને વારસામાં મળેલું 100 વર્ષ જૂનું ઘર ગુજરાતની અંદર આવેલા ચોરવાડ ગામની અંદર છે. આ ઘર ધીરુભાઈ અંબાણીએ ખરીદેલું હતું. આ ઘરને ધીરુભાઈ અંબાણીના મેમોરિયલ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એક સમયે ચોરવાડ ગામની અંદર આવેલા આ ઘરમાંથી માત્ર 50 રૂપિયા લઈને ધીરુભાઈ અંબાણી નીકળ્યા હતા. ત્યાર પછી તેમને પાછું વળીને જોયું નથી અને પછી તો તેઓ સફળતાના શિખર ચડતા જ ગયા. એશિયાના સૌથી સફળ ઉદ્યોગપતિ એવા ધીરુભાઈ અંબાણીનું 6 જુલાઈ 2002માં નિધન થયું હતું. ત્યારબાદ ધીરુભાઈ અંબાણીનો બધો ધંધો અને સંપત્તિ બંને દીકરાઓ વચ્ચે વેચાઈ ગઈ હતી.
પછી તો લગભગ 28 ડિસેમ્બર 2011 ના રોજ ધીરુભાઈ અંબાણીના ધર્મ પત્ની કોકીલાબેને ગુજરાતની અંદર આવેલા ચોરવડ ગામમાં આવેલ 100 વર્ષ જૂના મકાનને એક સમારક તરીકે નિર્માણ આપ્યું હતું અને આ ઘરમાં સુધારા વધારા કરાવીને તેને એક નવું નામ આપ્યું હતું. જેને આજે સૌ કોઈ લોકો ધીરુભાઈના મેમોરીયલ હાઉસ તરીકે ઓળખે છે.
મિત્રો ધીરુભાઈ અંબાણીનું આ ઘર કોઈ રાજમહેલથી ઓછું નથી. આ ઘરને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. પરંતુ ઘરનો એક ભાગ અંબાણી પરિવાર પાસે છે. કારણકે અંબાણી પરિવાર જ્યારે ગુજરાત આવે ત્યારે અહીં રોકાય છે અને ધીરુભાઈના ધર્મપત્ની કોકીલાબેન પણ અહીં રહે છે. મિત્રો આ ઘરને ધીરુભાઈ અંબાણીના ડેલા તરીકે પણ ઓળખવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment