ઢોર ચરાવતા 10 વર્ષના માસુમ બાળકને ખૂંખાર દીપડાએ ફાડી ખાધો… દીકરાનું રીબાઈ રીબાઈને કરુણ મોત…

Published on: 4:57 pm, Tue, 19 September 23

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે માંગરોળ તાલુકાના આંકળોદ ગામે બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અહીં એક ખૂંખાર દિપડાએ માસુમ બાળકો પર પ્રહાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બાળક ઢોર ચડાવવા ગયો હતો.

ત્યારે દીપડાએ અચાનક જ તેની ઉપર પ્રહાર કર્યો હતો અને દીપડાએ બાળકને ફાડી ખાધો હતો. આ કારણોસર બાળકોનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા બાળકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા બાળકનું નામ સતીશ વસાવા હતું અને તેની ઉંમર 10 વર્ષની હતી. આજ રોજ શાળામાં રજા હોવાના કારણે સતીશ સવારે ઢોર લઈને ઘરની નજીક આવેલી ખેતરાડી વિસ્તારમાં ઢોરને ચરાવવા માટે ગયો હતો. આ દરમિયાન શેરડીના ખેતરમાંથી એક ખૂંખાર દીપડાએ સતીશ ઉપર પ્રહાર કર્યો હતો અને તેને દબોચી લીધો હતો.

ત્યારબાદ દિપડો સતીશને ખેતરમાં લઈને જતો રહ્યો હતો. આ ઘટના બનતા જ આજુબાજુ ઢોર ચરાવતા અન્ય બાળકોએ બૂમાભૂમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘણા બધા લોકો ત્યાં આવી જતા દિપડો સતીશને ઝાડીમાં નાખીને ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ થતા જ વન વિભાગને તેમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. માત્ર 10 વર્ષના દીકરાનું મોત તથા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઢોર ચરાવતા 10 વર્ષના માસુમ બાળકને ખૂંખાર દીપડાએ ફાડી ખાધો… દીકરાનું રીબાઈ રીબાઈને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*