ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની અધ્યક્ષતા માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો કોર્સ ઘટાડવો, શિક્ષણ ના દિવસો કેટલા રાખવા કે સહિતના અનેક મુદ્દે ફરીથી બોર્ડના અધિકારીઓ શિક્ષણ વિભાગના અધિકારીઓની બેઠક શિક્ષણ મંત્રી સાથે થઈ હતી. જેમાં દિવાળી અને ઉનાળુ વેકેશન ઘટાડવા સહિતના અનેક મુદ્દા ઉપર વિચારણા થઇ હતી.
દિવાળી અને ઉનાળુ વેકેશન ઘટાડવા સહિતના અનેક મુદ્દે વિચારણા
ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોવાથી સપ્ટેમ્બર મહિનામાં પ્રાથમિક તબક્કે ધોરણ 10 અને 12 માટે ઓડ ઈવન પદ્ધતિ સાથે સ્કૂલ ચાલુ ખોલવાની વિચારના કેન્દ્ર સરકાર લેવલે થાય રહી છે.પરંતુ કોરોના ની સ્થિતિ ને જોતા સપ્ટેમ્બરમાં માં હવે સ્કૂલો ખોલવાની મંજૂરી નહીં મળે તેવું હાલમાં લાગી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓના શિક્ષણ બગડવાના કારણે શિક્ષણ મંત્રી અને શાળા સંચાલકો હાલમાં સૂડી વચ્ચે સોપારી થઈ ચૂક્યા છે. પણ આવનારી 31 ઓગસ્ટના દિવસે ખબર પડી શકે છે કે શાળા-કોલેજ સપ્ટેમ્બરમાં ખુલશે કે નહીં.
હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શાળા-કોલેજ ખોલવાના અંગે વિચારણા કરી રહી છે.હાલમાં કોઈ પણ બાબતમાં સ્પષ્ટીકરણ સરકાર દ્વારા કરવામાં આવતું નથી.જેથી કહેવું મુશ્કેલ છે કે સપ્ટેમ્બર મહિનામાં શાળા-કોલેજો ચાલુ થશે કે નહીં પરંતુ આગામી સમય સાચી દિશા દરેકને બતાવશે.
Be the first to comment