આ વર્ષે ઈન્દોર સફાઈ શહેરનો સર્વેમાં જીત્યું છે. ઇન્દોર સતત ચોથીવાર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. આજ સમયે આ વખતે સૌથી ગંદા શહેર તરીકે બિહારની રાજધાની પટના સાબિત થયું છે. જે સ્વચ્છ સર્વેની રેન્કિંગ 47 માં ક્રમે છે. સ્વચ્છ શહેર ના સર્વેમાં પટના નો સ્કોર 1552.11 છે. પૂર્વ દિલ્હી નો સ્કોર પણ 1962.31 છે. સૌથી સ્વચ્છ શહેર નો કિતાબ જીતનાર ઇન્દોર નો સ્કોર 5647.56 છે. આ રેન્કિંગ 1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરની છે, જેની સંખ્યા દેશમાં 47 છે.
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય સ્વચ્છતા સીટી સર્વે રિપોર્ટ બહાર પાડ્યો છે.સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત અને ત્રીજા સ્થાને નવી મુંબઈ છે. કેન્દ્રીય મંત્રી હરડીપ પુરીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું ઉદ્યોગિક શહેર સુરત એ ભારતનું બીજું સ્વચ્છ શહેર છે અને નવી મુંબઈ એ ભારત નું ત્રીજું સ્વચ્છ શહેર છે .
શહેરી વિકાસ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રાચીન પવિત્ર વારાણસી શહેર ગંગા નદીના કાંઠે સૌથી સ્વચ્છ શહેર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા માં શહેર નું પ્રતિનિધિત્વ કરશે. આમાં સર્વેની વિશેષ વાત કરવામાં આમ સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોર અને છેલ્લા સ્થાન પર બિહારનું પટના છે.
Be the first to comment