24 કલાક માં દેશમાં કોરોના ના કેસો નો આંકડો ચોંકાવનારો, જાણો

સમગ્ર દેશભરમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા દરરોજ 60 હજારથી વધુ આવી રહી છે. રવિવારે જાહેર થયેલા દેશના આંકડાઓ મુજબ, દેશમાં 24 કલાકમાં 63,489 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ 944 દર્દીઓએ કોરોના કારણે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે. ફૂલ સક્રમિત ની સંખ્યા હવે 25,89,685 પર પહોંચી ગઈ છે

કોરોના ના કારણે દેશમાં હવે 677444 ઍક્ટિવે કેસ છે. બીજી તરફ 18,62,258 લોકો સાજા થઇ ચુક્યા છે. ભારતમાં અત્યાર સુધી કુલ 49980 લોકોના કોરોનાવાયરસ ના કારણે મૃત્યુ થયા છે.

બીજી તરફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ રવિવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં 15 ઓગસ્ટ સુધીમાં ફૂલ 2,93,09,703 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના સૂચના બાદ ગુજરાત અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યામાં વધારો નોંધાયો છે.

24 કલાક માં ગુજરાતમાં કોરોના વાયરસ ના 1094 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનો કેસનો આકડો 77,663 પહોંચ્યો છે.આ ઉપરાંત રાજ્યમાં 24 કલાકમાં 19 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ કુલ મૃત્યુ આંક 2767 એ પહોંચ્યો હતો. તો ફૂલ 60537 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14395 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 વેન્તિલીટર પર છે અને 14283 દર્દીની હાલત સ્થિર છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*