અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે મતભેદ ટ્રમ્પ આગમન અને દિલ્હીના કોમી તોફાનો બાદ વધી ગયા છે. તેનો સીધો પડઘો ગુજરાતમાં સી.આર.પાટીલ ને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવા સુધી દેખાય છે. બન્ને નેતાઓ વચ્ચે હમણાંથી સારી બોડી લેંગ્વેજ જોવા મળતી નથી.અમિત શાહ દિલ્હીમાં સરકારી બેઠક કરી શકતા હોય તો તેઓ ગુજરાતમાં કોરોના અંગે કોઈ બેઠક કરી નથી. ગુજરાતમાં છેલ્લા ચાર મહિનાથી તેઓ આવ્યા નથી કે આવવા દેવાયા નથી.વળી અમદાવાદની રથયાત્રામાં અમિત શાહ હાજરી આપવા આવવાના હતા અને લાખો લોકો સુધી તેનો જશ તેમને મળવાનો હતો.પેલા એડવોકેટ જાહેરાત કરીને રથયાત્રાની કરવા માટે તૈયારી થઈ ગઈ હતી પણ એકાએક રથયાત્રા રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો . રથયાત્રા કાઢવાનું નક્કી હતું અને એકાએક પરત કરી દેવા માટે દિલ્હીના બે વચ્ચેનું અંતર કારણ માનવામાં આવે છે.
સી આર પાટીલ અમિત શાહની સાથે નથી . તેઓ અમિત શાહને ચાહતા પણ નથી. તેથી તેમની નિમણૂક નરેન્દ્ર મોદીએ કરી છે. અમિત શાહે સી.આર.પાટીલ ની નિમણૂક ને આવકારી નથી . કોઈ પ્રત્યાઘાતો આપ્યા નથી કે બહુ જ મોટા સંકેતો છે.
આ બધા સંકેતો અમિત શાહ અને નરેન્દ્ર મોદી તરફની વધી રહેલી ખાઈ તરફ જઈ રહ્યા છે.સી આર પાટીલ ની નિયુક્તિ ભાજપના અમિત શાહ જૂથે કલ્પી ન હતી . તેમના જૂથ દ્વારા જે નામો આપવામાં આવ્યા હતા તે ડિસેમ્બર 2019માં આપી દેવાયા હતા . તેમ છતાં તે નામ જાહેર કરાયું ન હતું તેનું દેખાતો કારણ એ છે કે જે નામ નક્કી કરાયું હતું તેની સાથે વડાપ્રધાન મોદી સહમત ન હતા તેથી આ નિયુક્તિ ડિસેમ્બરમાં પૂરી થઈ જવા જોઈતી હતી. પણ ન થાય છ-સાત મહિના પછી જુલાઈમાં 2020માં નિમણૂક કરવામાં આવી જે નામ આવ્યું છે તે અમિત શાહ ની કલ્પના બહારનું નામ છે . હવે ગાંધીનગરમાં પણ ફેરફાર છે ત્યારે પણ નામ ની કલ્પના અમિત શાહના જુઠે કરી ન હોય એવું જ નામ હશે.
Be the first to comment