દહેગામ થી પાટણમાં માતાજીની ધજા ચડાવવા આવેલા સંઘ પર ભમરાઓ ત્રાટક્યા,એક વ્યક્તિનું મૃત્યુ…

પાટણ શહેરના લીમ્બચ માતાજીના મંદિર ખાતે દહેગામ થી લગભગ પાંચ જેટલી બસ મારફતે 300 જેટલા શ્રદ્ધાળુઓ માતાજીની 52 ગજની ધજા ચડાવવા ડીજેના તાલે વાંચતે ગાજતે માતાજીના દર્શને આવતા હતા અને ત્યારે શહેરના ફાટી પાડ દરવાજા નજીક ડીજે ના અવાજના કારણે ભમરા ઉડતા અફરા તફરી મચી ગઈ

અને આ સમય દરમિયાન વરઘોડામાં આ ભમરા ના ઝુંડે માતાજીના ભક્તો પર અચાનક હુમલો કરી દીધો અને ઝેરી ભમરાઓના હુમલા થી અપરાધ ફરી મચી ગઈ હતી અને 25 થી વધુ લોકોને મધમાખી હોય ડંખ માર્યા હતા જેમાં એકનું મોત થયું છે જ્યારે 10 થી વધુ લોકોને સારવાર લેવાની ફરજ પડી છે.

દહેગામમાં 84 વાળંદ સમાજ દ્વારા પાટણ લીમ્બચ માતાજીના ધજા ચઢાવવાનો કાર્યક્રમ સોમવારે યોજાયો હતો ત્યારે દહેગામ થી ઉપર જણાવ્યા મુજબ પાંચ જેટલી બસ મારફતે લોકો પાટણ પહોંચ્યા હતા ત્યારે એક કિલોમીટર દૂર ફાટી પાડ દરવાજા આવેલા છે જેની બહારથી માતાજીના 52 ગજની ધજા સાથે વરઘોડો પસાર થઈ રહ્યો હતો

અને ત્યારે ભમરા અને મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરતા 25 થી વધારે લોકોને ડંખ માર્યા હતા એમાં દહેગામ અગાઉ શ્રીનાથ બેંગ્લોઝ અને દહેગામ વેડ ગ્રીન્સમાં રહેતા અને મૂળ ગામ લીહોડા ના નિવૃત્ત જીબી ના કર્મચારી ઉદયભાઇ મંગલભાઈ પારેખ ને મધમાખી ના ઝુંડે અસંખ્ય ડંખ માર્યા હતા

જેના લીધે તેમને સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમની પરિસ્થિતિ વધુ ખરાબ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને આ મોતથી સમગ્ર દહેગામમાં શોપ ની લાગણી ફરી વળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*