ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનામાં ખૂબ જ ગરમી થઈ રહી છે ત્યારે અમદાવાદ ગાંધીનગર સહિતના ભાગોમાં માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ વાતાવરણ અકળામણ રહે તેવી આગાહી સામે આવી છે. તાપમાન ઊંચું રહેવાના કારણે લોકોની રાતે ઊંઘ બગડે તેવા કિસ્સાઓ અત્યારે તો બની રહ્યા છે
ત્યારે આગામી દિવસોમાં આગામી સમયમાં એપ્રિલ મહિનામાં કેવી ગરમી પડશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.ખેતીના ખૂબ જ જાણકાર અને ખેડૂતોને સાચી માહિતી મળે તે અંગેની માહિતી પરેશ ગોસ્વામી દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હોય છે
ત્યારે 8 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખૂબ જ વધારે ગરમી હોવાના કારણે માણસોની સાથે સાથે પશુ પક્ષીઓની પણ ખાસ કાળજી લેવી પડે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.આ વખતે તાપમાન એક નવો રેકોર્ડ બનાવે તેવી સંભાવના પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
સાથે સાથે હિટ વેવના પણ વધુ રાઉન્ડ આગામી સમયમાં જોવા મળે તેવી શક્યતા છે અને આઠથી 15 એપ્રિલના સેશન દરમિયાન તાપમાન બેકાબૂ બને તેવી શક્યતા છે અને કેટલાક વર્ષોમાં તાપમાન જોવા મળ્યું ન હોય તેવી સ્થિતિ એપ્રિલ મહિનાની 8 થી 15 તારીખ સુધીમાં જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment