ગુજરાતની આ જગ્યાએ સાક્ષાત બિરાજમાન છે જલેબી હનુમાનજી, તેમનો પૌરાણિક અને ચમત્કારિક ઇતિહાસ જાણીને…

સુરત જિલ્લાના માંગરોળમાં જલેબી વાળા હનુમાન દાદા ના મંદિરે દર શનિવારના રોજ ભક્તોની ભાડે ભીડ જોવા મળે છે. અહીં હનુમાન ભક્તો હનુમાનજી મહારાજને જલેબી નો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામનાઓ માનતા હોય છે અને આ હનુમાનજી મહારાજ લોકોની મનોકામના પૂર્ણ કરતા હોવાની અહીં માન્યતા પણ રહેલી છે.

અહીં દક્ષિણામુખી હનુમાનજી બિરાજમાન છે. ક્યાં મંદિરની છત નથી અને હનુમાનજી બીલી અને લીમડાના વૃક્ષના છાયડામાં બિરાજમાન છે.મિત્રો સુરત નજીક આવેલા માંગરોળ ગામે પાઠક પરિવારના ખેતરમાં હનુમાનજી મંદિર જલેબી હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે અને હનુમાનજી મહારાજ અહીં સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું ભક્તો જણાવી રહ્યા છે.

મંદિરના સંચાલકો દ્વારા અનેકવાર મંદિરની છત બનાવવાની કોશિશ કરી હતી પરંતુ છત રહેતી નથી અને આ અંગે મંદિરના સંચાલકે જણાવ્યું કે આપણા જીવનમાં અનેક ગૂંચ આવતી હોય છે જે ગૂંચ જલેબી સમાન છે.જે ગૂંચ નો ઉકેલ હનુમાનજી સિવાય અન્ય કોઈ ઉકેલી શકે તેમ નથી.

મંદિરે હનુમાનજી જાગૃત સ્વરૂપે ઉપસ્થિત છે અને મંદિરે આવતા ભક્તો પોતાની સમસ્યા હલ કરવા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે છે અને પ્રસાદી રૂપે જલેબી ચડાવે છે. વિદેશ જવા માંગતા હોય તેવા ભક્તો કે અથવા સંતાન સુખ ન મળતું હોય તેવા ભક્તો મોટી સંખ્યામાં

અહીં દાદાના આશીર્વાદ લેવા આવે છે અને અહીંના હનુમાનજીને બીજાના હનુમાનજી તરીકે પણ ઓળખાય છે અને લગભગ દર શનિવારે અહીં 1000 થી 1500 ભક્તો મહાપ્રસાદીનો લાભ પણ લે છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*