હોળી ધુળેટી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દ્વારકા ખાતે ભગવાન કાળીયા ઠાકર સાથે ધુળેટી પર્વ બનાવવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા ચાલીને આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે પદયાત્રીઓ માટે લોકો સેવા ખૂબ કરી રહ્યા છે ને મોટા મોટા કેમ પણ શરૂ થઈ ગયા છે
ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે મોટી સંખ્યામાં ફક્ત આવી રહ્યા છે.વસંત ઋતુના પારમ સાથે સાથે ફૂલડોલ ઉત્સવને યાત્રાધામ દ્વારકામાં કાળીયા ઠાકોરના સાનિધ્યમાં ઉજવવાનું કંઈક અલગ જ મહત્વ છે ત્યારે હવે આપણે બધા જાણીએ છીએ કે
ફુલડો ઉત્સવના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ દ્વારકા તરફ જતા દરેક મુખ્ય રસ્તાઓ પર પગપાળા યાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છેમિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાધીશ જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે અને જેમાં ભગવાનને શૃંગાર આરતી તથા સંધ્યા આરતી
માં પૂજારી દ્વારા કાળિયા ઠાકોરને અબીલ ગુલાલ ના છાંટણા કરી રંગ રમાડવાનો ભાવ વ્યક્ત કરાય છે.શ્રીજીને અબીલ ગુલાલની પોટલી તરીકે એમાંથી દર્શનાથીઓને પૂજારી દ્વારા રંગે રમાડાય છે અને ખાસ કરીને હોળી આગળના આઠ દિવસ છે
હોળાષ્ટ કહેવાય છે તેમાં શૃંગાર તેમજ સંધ્યા બંને આરતી માં ભગવાનને પ્રસાદ રૂપે અબીલ ગુલાલ ના રંગોથી નિજ મંદિર પટાગણ માં રમાડાય છે અને તે દર્શનનો સંખ્યાબંધ ભાવિકો ફુલડોલ ઉત્સવ સુધી લાભ લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment