અયોધ્યામાં આવેલા ભગવાન શ્રી રામ મંદિર પ્રત્યે તમામ ભારતીયોની ખૂબ જ વધારે શ્રદ્ધા જોડાયેલી છે અને 22 જાન્યુઆરીના દિવસે જ્યારે ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારથી દરેક લોકોની એક જ ઈચ્છા છે કે તેઓ અયોધ્યા જઈને ભગવાન શ્રી રામના દર્શન કરે
ત્યારે આવનારા દિવસોમાં રામનવમી પણ આવી રહી છે ત્યારે અને મંદિરના ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં હાલમાં દિવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભવ્ય કાર્યક્રમમાં આપણા ગુજરાતના લોકપ્રિય ગાયીકા ગીતાબેન રબારી
View this post on Instagram
ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને પોતાના સુરીલા અંદાજમાં તમામ રામ ભક્તોને ભક્તિમાં લીન કરી દીધા હતા. અયોધ્યા ખાતે પોતાનો કાર્યક્રમ થતા ગીતાબેન રબારી એ હર્ષની અને દિવ્યતાની લાગણી અનુભવતા સોશિયલ મીડિયામાં ઘણી ખાસ વાતો કરી હતી.સૌથી ખાસ વાત એ છે કે અયોધ્યા ખાતે આયોજિત ભજન
સંધ્યા પૂર્વે ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી રબારી સાથે અયોધ્યા આવી ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા અને આ ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી અને ગીતાબેન રબારી હાલમાં ભગવાન શ્રીરામની કૃપાથી સમગ્ર વિશ્વભરમાં પોતાનું નામ કમાઈ રહ્યા છે અને આપણી ગુજરાતી સંસ્કૃતિને ઠેર ઠેર પહોંચાડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment