લોકસાહિત્યકાર રાજભા ગઢવીને આપણે બધા ઓળખીએ છીએ. અને રાજભા ગઢવી ને ઈશ્વરે જેટલું આપ્યું છે ને એટલું જ તેઓ સાચી જગ્યાએ દાન ધર્માદામાં વાપરે છે. અને એનું એક સાચું ઉદાહરણ કહી શકાય તો તેઓએ હાલમાં ગીરની 19 જેટલી
દીકરીઓને કરિયાવર આપીને ધામધૂમથી તેમના લગ્નનું આયોજન કર્યું હતું. જેના ઘણા બધા વિડીયો આપણે સોશ્યલ મીડિયા પર જોયા હશે અને ઢગલાબંધ રીતે આપણે રાજભા ગઢવી ના વખાણ પણ કર્યા હશે.એ બાપને કેવી મોજ છૂટે
જેનો દીકરો સારી જગ્યાએ દાન ધર્માદામાં પૈસા વાપરે દીકરીઓને કન્યાદાન કરિયાવર આપે. રાજભા ગઢવી ના પિતાશ્રીને પણ રાજભાનું આ સેવા કાર્ય જોઈને તેમના પિતાને મોજ છૂટી ગઈ હતી અને કહ્યું કે ઘરે ઘરે રાજભા ઉભો થવો જોઈએ.
અને કહ્યું કે જે કોઈ વ્યક્તિ મદદ ના કરી શકે ને તો કોઈને નડતરરૂપ ના બનવું જોઈએ.તેમના પિતાએ કહ્યું કે મને જ્યાં લગી યાદ છે ત્યાં સુધી મેં કોઈનું દશ્યું પણ ખોટું કર્યું નથી એટલા માટે જ ઈશ્વરે મને જીવતું જાગતું પ્રમાણ એટલે રાજભા દીકરા સ્વરૂપે આપ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment