જલસો પડી ગયો..! સૌરાષ્ટ્રની આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઉચ્ચતમ સપાટીએ, જાણો જુદી જુદી માર્કેટયાર્ડના ભાવ…

મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના અભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા હોવાથી જ ખેડૂતોએ જ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે અગાઉ રાજકોટ ની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8025 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 7625 અને ન્યૂનતમ ભાવ 6750 જોવા મળ્યો હતો.

અહેવાલની શરૂઆતમાં જ આપને કહી દઈએ કે કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે બતાવવામાં આવ્યા છે.આગળ બીજી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ શું છે તેના પર જો નજર કરવામાં આવે તો ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ ખૂબ ઓછો જોવા મળ્યો હતો મતલબ કે 6800 મહત્તમ સરેરાશ 6600 અને ન્યૂનતમ 6400 જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર ની ચોટીલા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7000 જ્યારે સરેરાશ 6620  અને ન્યૂનતમ 6000 રૂપિયા જોવા મળ્યો હતો.ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7200 જ્યારે સરેરાશ ભાવ 5600 અને ન્યૂનતમ ભાવ 4000 રૂપિયા હતો. જ્યારે મહેસાણાની વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 8155 અને સરેરાશ ભાવ 6827

અને ન્યૂનતમ ભાવ 5500 રૂપિયા હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં જો કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 8225 જ્યારે સરેરાશ 7625 જ્યારે ન્યૂનતમ 6900 રૂપિયા જોવા મળ્યો હતો.હિમંતનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 8035 જ્યારે સરેરાશ ભાવ 7470 અને ન્યૂનતમ ભાવ 6905 રૂપિયા જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*