ભારતીય હવામાન વિભાગના દ્વારા ખેડૂતોને બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજથી લઈને ત્રણ માર્ચ સુધી આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે અને આગાહીના સમયગાળા દરમિયાન બે માર્ચ 2024 ના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદની સંભાવના છે.
મહેસાણા જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારોમાં આગાહીના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે ત્યારે હાલમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને કૃષિ ભવન અને હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે આ બુલેટિન જાહેર કરવામાં આવ્યો હતો.
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રવિ પાકમાં ચણા ઘઉં રાયડો એરંડો તેમજ અન્ય વર્ગનું વાવેતર કરવામાં આવ્યું છે. ચણાના પાકમાં લીલી ઈયળ તથા એરંડામાં લશ્કરી ઈયળ ના કુદરતી નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે ટી આકારના ટેકા મુકવા જોઈએ.
મિત્રો હાલમાં હજુ શિયાળાની વિદાય પણ નથી થઈ ત્યારે રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને આ ઉપરાંત હવામાન વિભાગ પણ અવારનવાર આગાહી કરી રહ્યું છે. ખેડૂતોના ખેતરમાં પાક ઉભા છે
ત્યારે વરસાદની આવી આગાહી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ને ખેડૂતોને મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે શું અમારો પાક ખરાબ થશે? ત્યારે આવનારા સમયમાં જોવાનું કે હવામાન નિષ્ણાંતોને હવામાન વિભાગની આગાહી કેટલા પ્રમાણમાં સાચી પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment