રામ ભક્તો માટે ખુશખબરી..! ગુજરાતીઓ માટે અયોધ્યા જવું સાવ સહેલું, રાત્રે 11 વાગ્યે આ જગ્યાએથી ઉપડે છે ટ્રેન,જાણો ટિકિટ નો ભાવ…

ગઈ 21મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થઈ ગયા છે અને ત્યારથી દરેક ભક્તોની એક જ ઈચ્છા છે કે તેઓ ભગવાન શ્રી રામના દર્શન માટે અયોધ્યા જાય કારણકે આપણા ભગવાન શ્રીરામને 500 વર્ષ બાદ તેમનું ઘર પરત મળ્યું છે

અને આ સિદ્ધિ હિંદુઓ માટે તો સામાન્ય નથી કારણ કે આના માટે અનેક લોકોએ ઘણા બધા બલિદાન આપ્યા છે ને ઘણા લોકોએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.મોટાભાગના હિન્દુઓ અયોધ્યા દર્શને જતા પરંતુ ભગવાન શ્રીરામને ટેન્ટમાં નિહાળીને ખરેખર દુઃખની લાગણી અનુભવતા હતા પરંતુ હવે રામ મંદિર બની ગયું છે

અને વિશાળ રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે ત્યારે હવે જો તમારી પણ આ નવા મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની ઈચ્છા છે તો તે હવે પૂરી કરવી સરળ રહેશે.રેલવે મંત્રાલય દ્વારા ભગવાન શ્રીરામના દર્શનના અર્થે જ અનેક રાજ્યમાં ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે

ત્યારે આજે અમે તમને જણાવશું કે તમારે અમદાવાદ શહેરથી અયોધ્યા નગરી પહોંચવું હોય તો કઈ ટ્રેન અને કેટલા રૂપિયામાં ટિકિટ મળશે તેની વિશે આજે જ ચર્ચા કરીશું.19165 નંબરની સાબરમતી એક્સપ્રેસ અમદાવાદ થી અયોધ્યા જવાની સુવિધા આપશે અને આપને જણાવી દઈએ કે અમદાવાદ સ્ટેશનથી તે રાત્રે 11:00 વાગ્યા ને 10 મિનિટે શરૂ થાય છે

અને આ ટ્રેન માત્ર બુધવાર શુક્રવાર અને રવિવારના દિવસે જ શરૂ હોય છે જેથી તમારે પણ અયોધ્યા દર્શન કરવા જવું હોય તો તમે અમદાવાદથી સરળતાથી પહોંચી શકો છો.સાબરમતી એક્સપ્રેસમાં ટિકિટના ભાવની વાત કરવામાં આવે તો 2A : 2255,3A : 1540 અને સ્લીપર કોચના 570 રૂપિયા છે. તમે તમારા બજેટ અનુસાર ટિકિટ બુક કરાવીને ભગવાન શ્રી રામના દર્શન કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*