ભારત દેશમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ છે જેવો ખૂબ ઓછી મૂડી લઈને આવ્યા હતા અને આજે કરોડો રૂપિયાના સામ્રાજ્ય બનાવ્યા છે ત્યારે આજે આપણે કેવા ઇન્વેસ્ટર જેનું નામ રાધા કિશન દામાણી છે અને તેઓની હાલમાં ચર્ચા થઈ રહી છે. તેઓ dmart નું સંચાલન કરે છે અને તે વિશ્વના ટોચના 100 ધનિક લોકોની યાદીમાં સામેલ થયા છે
અને જો તેમની સફળતાની વાત કરવામાં આવે તો માત્ર 5000 રૂપિયાથી તેમને આ ધંધો શરૂ કર્યો હતો અને આજે કરોડો રૂપિયામાં તેને પરિવર્તિત કર્યો છે.મિત્રો આપણે ગુજરાતની જ ખાલી વાત કરીએ તો સુરત હોય કે અમદાવાદ હોય કે વડોદરા જે મોટા શહેરોમાં જઈએ ત્યાં ડિમાર્ટ હોય જ છે. સુપર માસના સ્થાપક રાધા કિશન દામાણી ની રિટેલ ચેન ડી માર્ટ નું તેઓ સંચાલન કરે
છે અને આ વર્ષે તેમની નેટવર્કમાં 4.36 બિલિયન ડોલરનો વધારો થયો છે અને ભારતના અમીર લોકોની યાદીમાં તેઓ છઠ્ઠા સ્થાને છે.રાધા કિશન દામાણી નો પરિવાર મૂળ રાજસ્થાનના બિકાનેરનો છે અને તેમનો જન્મ 1956માં થયો હતો અને તેઓનો પરિવાર મુંબઈના એક રૂમના એપાર્ટમેન્ટમાં રહેતો હતો ને તેઓએ મુંબઈની યુનિવર્સિટીમાંથી વાણિજ્ય નો અભ્યાસ શરૂ
કર્યો હતો અને પ્રથમ વર્ષમાં તેમને અભ્યાસ છોડી દીધો અને ધામાણીના પિતા સ્ટોક બ્રોકર હતા અને પિતાના અવસાન થી તેમનું ધ્યાન શેરબજારમાં કેન્દ્રિત થયું અને માત્ર 5000 રૂપિયાના રોકાણ કરવાનું શરૂ કર્યું અને તેને સારી તકો શોધીને નાની એવી કંપનીમાં રોકાણ કર્યું. 1990 સુધીમાં તેમને રોકાણ કરીને કરોડો રૂપિયા કમાઈ લીધા પરંતુ હર્ષદ મહેતાએ દેશના નાણાકીય
બજારોને ખરાબ રીતે હચમચાવી દીધા હતા ત્યારે તેઓને ભારે નફો થયો હતો અને 2002 ની સાલમાં તેઓએ dmart નો પહેલો સ્ટોર મુંબઈમાં ખોલ્યો હતો અને ત્યારથી દેશના 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો થઈને 238 જેટલા સ્ટોર્સ હાલમાં છે અને તેઓ પાસે મુંબઈમાં 1001 કરોડ રૂપિયાનું મોટું વિશાળ ઘર છે અને આ ઉપરાંત કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment