હાલના સમયમાં આખી દુનિયા કોરોના મહામારીથી લોકો ત્રાસી ગયા છે .હજી સુધી કોઈ વેક્સિન શોધાઇ નથી. દુનિયાના મોટામાં મોટા વૈજ્ઞાનિક રિસર્ચ માં લાગ્યા છે . ત્યારે આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર કોરોનાવાયરસ ના ગયા બાદ દુનિયામાં બીજી મોટી આફત આવવાની વાત કહી છે . સંયુક્ત રાષ્ટ્ર કહ્યું કે દુનિયામાં કોરોના બાદ કરોડો લોકો ભૂખમરાની જપેટ માં આવી શકે છે.
આ ગંભીર આકલન દુનિયામાં ખાધ સુરક્ષા તથા પોષણની સ્થિતિ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ હાલના એક રિપોર્ટમાં બહાર આવ્યું છે.આને તૈયાર કરનારી યુએ ની પાંચ એજન્સી તરફથી આ વાર્ષિક રિપોર્ટ ને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર હાલમાં ઉપલબ્ધ વર્લ્ડ ના આર્થિક પરિસ્થિતિ પર આધારિત આ પ્રારંભિક અનુમાન બતાવે છે કે મહામારીમાં કારણ વર્ષ 2020 માં કુપોષણના રેન્કિંગમાં 8.3 કરોડ થી 13.2 કરોડ વધારાના લોકો જોડાઈ શકે છે.
Be the first to comment