સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા રમુજી વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ડાન્સના ઘણા અનોખા વિડિયો વાયરલ થતા હોય છે.
ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ દાદા, કાકા કે નાનો બાળક નહીં પરંતુ એક હાથી ઢોલના તાલ પર નાચતો નજરે પડી રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને ઘણા લોકો તો ચોકી ઉઠ્યા છે અને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હાથીની આસપાસ કેટલાક લોકો ઉભેલા નજરે પડી રહ્યા છે. હાથીને ખૂબ જ શણગારવામાં આવ્યો છે અને આસપાસ ઉભેલા કેટલાક લોકો ઢોલ નગારા વગાડી રહ્યા છે અને કેટલાક લોકો ઢોલ નગારાના તાલ પર નાચી રહ્યા છે.
Only Sanatan Culture can keep animals happy. pic.twitter.com/5ObF0LqOsF
— Eminent Woke (@WokePandemic) February 2, 2024
આ દરમિયાન અચાનક હાથી પણ ઢોલના તાલ પર ઠુમકા લગાવે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા અને ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા હતા.
વાયરલ થઈ રહેલો આ વિડીયો પ્લેટફોર્મ એક્સ પર Eminent Woke નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment