આજે આપણે ગુજરાતના એક એવા યુવકની વાત કરવાના છીએ, જેને નાની ઉંમરે ખૂબ જ મોટી સિદ્ધિ હાસિલ કરી છે. ગુજરાતના નવસારી જિલ્લાના શાંતિ દેવી રોડ પાસે આવેલ રૂસ્તમવાળી વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારના દીકરાએ બોક્સિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાના પરિવારજનો અને પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે.
આ દીકરાનું નામ અનિકેત અશોકભાઈ મલ્લાહ છે. અનિકેતે અન્ડર 17 મેન્સના 46 કિલો વજન ગ્રુપમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અનિકેતે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું અને પોતાના માતા-પિતાનું નામ સમગ્ર રાજ્યભરમાં રોશન કર્યું છે.
મિત્રો અનિકેત એક ગરીબ પરિવારમાંથી આવે છે. થોડાક સમય પહેલા જ અનિકેતના પિતાનું કેન્સરના કારણે મોત થયું હતું. જો અનિકેતના પિતા અત્યારે હોત તો તે ખૂબ જ ખુશ થયા હોત. ઘરની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ અનિકેતે બોક્સિંગ છોડી ન હતી.
અનિકેત જ્યારે ગોલ્ડ મેડલ લઈને પોતાના ઘરે આવ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત અને પશ્ચિમ બંગાળ વચ્ચે ફાઈનલ હતી. ત્યારે અનેક રીતે પશ્ચિમ બંગાળના બોક્સરને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment