સુરતમાં 23 વર્ષના યુવાનનું બ્રેઇનડેડ થતા, પરિવારજનોએ અંગદાન કરીને માનવતા મહેકાવી… 4 લોકોને મળ્યું નવજીવન…

Published on: 11:22 am, Sun, 7 January 24

અંગદાનનું નામ પડે એટલે સુરતનું નામ પહેલું જ હોય છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થયું છે. સુરત નજીક આવેલા મગદલ્લામાં રહીને રસોઈ કામ કરતા યુવકનું બ્રેઇન ડેડ થયું હતું. યુવકનું મોત થયા બાદ તેના શરીરના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

અંગદાનના કારણે ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. યુવકની બે કિડનીઓ, હૃદય અને લીવરનું દાન કરવામાં આવ્યું છે. વિગતવાર વાત કરીએ તો, મૂળ નેપાળનો વતની 23 વર્ષનો નબરાજ બહાદુરભાઇ નામનો યુવક રસોઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

બે જાન્યુઆરીના રોજ તે પોતાની બહેનના ઘરેથી બાઈક લઈને ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. જેના કારણે તે રસ્તા વચોવચ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ 108ની મદદથી યુવક અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો અને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી.

યુવકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતી હતી અને માથામાં હેમરેજ થઈ જતા તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ચાર તારીખના રોજ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર હોય મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

પછી પરિવારના સભ્યો પોતાના દીકરાનું અંગદાન કરવા માટે તૈયાર થયા હતા. ત્યાર પછી યુવકની બંને કિડની, હૃદય અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. કિડની અને લીવર અમદાવાદની કેડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. જ્યારે હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતમાં 23 વર્ષના યુવાનનું બ્રેઇનડેડ થતા, પરિવારજનોએ અંગદાન કરીને માનવતા મહેકાવી… 4 લોકોને મળ્યું નવજીવન…"

Leave a comment

Your email address will not be published.


*