મિત્રો તમે સૌ લોકોએ કાશ્મીરી બાપુનું નામ તો જરૂર સાંભળ્યું હશે. કાશ્મીરી બાપુના જીવન વિશે કેટલીક વાતો કરીએ તો, તેઓ જૂનાગઢની તળેટીમાં આવેલા દાતારેશ્વર મહાદેવના અદભુત મંદિરમાં સેવા અને પૂજા કરતા હતા.
કાશ્મીરી બાપુ ક્યાંના હતા તે કોઈને ખબર ન હતી અને તેમને પૂછવાની પણ કોઈની હિંમત ન હતી. મિત્રો એવી કહેવત છે કે નદીઓ અને સંતોને કોઈ દિવસ તેમના મૂળ વિશે પૂછવું ન જોઈએ. કહેવાય છે કે કાશ્મીરી બાપુની ઉંમર કોઈને પણ ખબર ન હતી.
ઘણા લોકો કહેતા તેમની ઉંમર 100 વર્ષની છે. જ્યારે ઘણા લોકો કહેતા તેમની ઉંમર 300 વર્ષની છે. કોઈપણ ને તેમની સાચી ઉંમર ખબર ન હતી. કાશ્મીરી બાપુના દેખાવ વિશે વાત કરીએ તો, તેઓ પોતાની ગોરી ત્વચા અને મધુર અલગથી બધા કરતા અલગ તરી આવતા.
કહેવાય છે કે કાશ્મીરી બાપુ પોતાની યુવા અવસ્થામાં ગિરનારના પર્વત પર દત્ત ભગવાનનું તપ કરી રહ્યા હતા. તેઓ વર્ષના 365 દિવસ કોફી રંગની અલ્પીસ પહેરતા હતા. કાશ્મીરી બાપુએ દાતારેશ્વર મહાદેવ મંદિરની જગ્યાનો ખૂબ જ વિકાસ કર્યો હતો.
કહેવાય છે કે કાશ્મીરી બાપુ એ ત્રણ મંદિરોની સ્થાપના કરી હતી. જેમાં ખોડીયાર માતાજીનું મંદિર, મહાદેવનું મંદિર અને કુમાર સ્વામીનું મંદિર આવેલું છે. કાશ્મીરી બાપુ ખુલ્લી હવામાં સુતા અને ત્યાં કોઈપણ મુસાફરોને રાત્રિ રોકાણની મંજૂરી ન હતી. કારણકે એવી કહેવત છે કે રાત્રિના સમયે કાશ્મીરી બાપુ સિંહ બની જતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment