હીરા ઉદ્યોગ ચાલુ થવાને લઈને કુમાર કાનાણી નું સૌથી મોટું નિવેદન…. જાણો વિગતે

રાજ્યમાં અમદાવાદ પછી સુરતમાં કોરોના નું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે અગ્ર સચિવ જયંતિ રવિએ સુરતમાં ધામા નાખ્યા છે. જયંતિ રવિ સુરતમાં આવ્યા બાદ કલસ્ટર વિસ્તારમાં પાન માવા ના ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા અને આ ઉપરાંત હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ કરવાનો અઠવાડિયા માટે નિર્ણય લીધો હતો.

સુરતમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જ હતા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરત દોડી આવ્યા હતા. સુરતમાં આવ્યા બાદ માનનીય મુખ્યમંત્રીશ્રી આગામી સમયમાં કોરોનાવાયરસ ની સામે લડવા માટે અને હીરા ઉદ્યોગ ચાલુ થવા માટેનો સંકેત આપી દીધો હતો.

રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી ગઈકાલે હીરાઉધોગના વડા સાથે વાતચીત કર્યા બાદ આજરોજ હીરા ઉદ્યોગ ચાલુ થવાને લઈને ને નિવેદન આપ્યું. આ નિવેદનમાં માનનીય કુમારભાઈ કાનાણીએ જણાવ્યું કે ૧૦ જુલાઈ એ હીરા ઉદ્યોગ ચાલુ કરવામાં આવશે અને ૧૪ જુલાઇથી હીરાના કારખાના પણ ચાલુ કરવામાં આવશે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*