આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. સોશિયલ મીડિયા પર તમે ઘણી અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે 21 ઓક્ટોબરના રોજ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.
આ ઘટનામાં એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. એક સ્કૂલ વાને નવ વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. પછી બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાના સાત દિવસ બાદ એટલે કે આજરોજ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, 72 વર્ષના પ્રતાપસિંહ ઠાકોર નામના ડ્રાઇવરની બેદરકારીના કારણે માસુમ બાળકો કે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના ઇંદોરમાં બની હતી.
મૃત્યુ પામેલા નવ વર્ષના બાળકનું નામ આશિષ હતું. ઘટના બની ત્યારે આશિષ સાંજના પાંચ વાગ્યાની આસપાસ પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન વાન ચાલકે આશિષને કચડી નાખ્યો હતો. ત્યારબાદ આશિષને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
મિત્રો સાથે ઘરની બહાર રમી રહેલા 9 વર્ષના બાળકને સ્કૂલવાને કચડી નાખ્યો, બાળકનું કમકમાટીભર્યું મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો… pic.twitter.com/R7ISSvssaZ
— GUJJU ROCKZ (@gujju_rockz) October 28, 2023
જ્યાં હોસ્પિટલમાં રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો આશિષ ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો. ઘટનાના દિવસે તે શાળાએથી આવ્યા બાદ પોતાના મિત્રો સાથે રમતો હતો.
ત્યારે તેની સાથે આ દુઃખદ ઘટના બની હતી. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉપરાંત ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment