રાજકોટમાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… બે દિવસ પહેલા વિદ્યાર્થીએ માતા-પિતા સાથે…

Published on: 1:07 pm, Sat, 28 October 23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. પડધરી તાલુકાના ખંભાળા ગામ પાસે એસ ઓ એસ સ્કૂલની હોસ્ટેલમાં રહીને ધોરણ -11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

સુસાઇડ કરનાર યુવકનું નામ રિધમ સુરેશભાઈ હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. મૃત્યુ પામેલા રીધમના માતા-પિતા શિક્ષક છે. ગઈકાલે બપોરે સ્કૂલમાં રિસેસ પડતા જ રીધમ પોતાના રૂમમાં ગયો હતો.

પછી રિસેસ પૂરી થતાં જ અન્ય વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં જતા રહ્યા હતા. પરંતુ રીધમ ક્લાસરૂમમાં ગયો ન હતો તે પોતાના રૂમમાં જ હતો. ક્લાસરૂમમાં ગેરહાજર દેખાતા જ શાળાના કર્મચારીઓ રિધમના રૂમમાં તપાસ કરવા માટે ગયા હતા.

આ દરમિયાન રિધમનો રૂમનો દરવાજો બંધ હતો. ત્યાર પછી દરવાજો તોડવામાં આવ્યો અને અંદર જઈને જોયું ત્યારે રીધમ બારીની એંગલ સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળ્યો હતો.

પછી રીધમને ત્યાંથી નીચે ઉતારીને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજે ડોક્ટરે રીધમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

જાણવા મળી રહ્યું છે કે, રીધમે જ્યારે બે દિવસ પહેલા પોતાના માતા પિતા સાથે કોલ પર વાત કરી ત્યારે તેને જણાવ્યું હતું કે મારા પેપર સારા જાય છે અને વેકેશનમાં તમે તેડવા ન આવતા હું ઘરે આવતો રહીશ. રિધમે કયા કારણોસર સુસાઇડ કર્યો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… બે દિવસ પહેલા વિદ્યાર્થીએ માતા-પિતા સાથે…"

Leave a comment

Your email address will not be published.


*