રાજકોટમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે જઈનાથ હોસ્પિટલ સામે આવેલી પૂતળીબાઈ હોસ્ટેલમાં રહેતી જલ્પા મનસુખભાઈ ચાવડા નામની 28 વર્ષની યુવતી આજ રોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં હતી.
ત્યારે જલ્પાએ અગમ્ય કારણોસર પોતાના પગ અને હાથ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં હોટલમાં જમીન પર પડેલી મળી હતી. આ વાતની જાણ થતા જ અન્ય યુવતીઓ અને હોસ્ટેલનો સ્ટાફ તાત્કાલિક ત્યાં દોડી આવ્યો હતો.
પછી 108ની મદદથી જલ્પાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે જલ્પાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.
ઘટનાની માહિતી મળતા જ ભક્તિનગર પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી જલ્પાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આ ઘટનાની રાજકોટમાં રહેતા તેના નાના ભાઈને કરી હતી.
જલ્પાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટનાને લઈને યુવતીના ભાઈ રવિએ જણાવ્યું કે, હું વિરાણી ચોક નજીક રહીને અભ્યાસ કરું છું.
જલ્પા બે બહેન અને એક ભાઈ માં સૌથી મોટી હતી. જલ્પાએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો અને તે છેલ્લા પાંચ વર્ષથી લેબ ટેકનિશિયન તરીકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment