સમાચાર

ભાવનગરમાં રાત્રે સુતેલા 17 વર્ષના બાળકનું ઊંઘમાં જ હાર્ટ અટેક આવતા કરુણ મોત… આખી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના ભાવનગરમાંથી સામે આવી રહી છે.

ભાવનગર જિલ્લાના ભાલ પથકમાં આવેલ માઢીયા ગામમાં રહેતા એક પરિવારના માત્ર 17 વર્ષના દીકરાનું ઊંઘમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ બાળકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે.

મૃત્યુ પામેલા બાળકનું નામ વિજય ચૌહાણ હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. વિજય રાત્રે પોતાના ઘરે સૂતો હતો, પછી વિજય સવાર થઈ ગઈ છતાં પણ ઉઠ્યો નહીં એટલે પરિવારના સભ્યોએ તેને જગાડવાની કોશિશ કરી હતી, પરંતુ તે ઉઠ્યો નહીં.

એટલે પરિવારના સભ્યો તાત્કાલિક વિજયને ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિજયની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ નાના એવા ગામમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ છે. આપેલા પણ ભાવનગરમાં આવી છે કે, ઘટના બની હતી આ ઘટનામાં તળાજા તાલુકાના નવા દેવલી ગામમાં 18 વર્ષની યુવતીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.

થોડીક વાર સૂવું છું તેમ કહીને દીકરી સૂઈ ગઈ હતી અને પછી તેનું હૃદય બંધ પડી ગયું હતું અને તેનું મોત થઈ ગયું હતું. રાજ્યમાં સતત વધતી હાર્ટ એટેકની ઘટનાના કારણે હવે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *