રાજકોટ શહેરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. અહીં જેતપુરના બોરડી સમઢીયાળામાં એક 23 વર્ષના યુવકે ઝેરી દવા આપીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર 23 વર્ષના મયુર ભીખાભાઈ મકવાણા નામના યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન મયુર ની માતા ગરબા જોઈને ઘરે પરત ફરે છે, ત્યારે દીકરો ઘરમાં ઉલટી કરતો હોય છે.
એટલે માતા અન્ય પરિવારના સભ્યોને બોલાવે છે. પછી પરિવારના સભ્યો મયુરને સારવાર માટે જેતપુર લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મયુરનું મોત થયું હતું.
મોતના સમાચાર મળ્યા બાદ જેતપુર પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પછી મયુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા મયુર ના ભેટમાં ગાંઠ હતી. જેના કારણે તે કોઈ પણ પ્રકારનું કામકાજ કરી શકતો ન હતો. મયુર પોતાની બીમારીથી ખૂબ જ કંટાળી ગયો હતો અને છેવટે તેને બીમારીથી કંટાળીને સુસાઇડ જેવું પગલું ભરી લીધું છે. તેવું પ્રાથમિક તારણમાં સામે આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment