સુરતમાં ડાયમંડ અને ટેકસટાઇલ વિભાગને લઈને વિજય રૂપાણી એ આપી ચેતવણી…. જાણો વિગતે

ગુજરાતમાં હવે અમદાવાદ બાદ રાજ્યનું ઔદ્યોગિક ક્ષેત્ર ગણાતું સુરતમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત ની કપરી પરિસ્થિતિ જોતા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ સુરત પધારેલા હતા. સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ ઉચ્ચ સ્તરીય મીટીંગ કર્યા બાદ તેઓએ કહ્યું કે સુરતમાં વધતા જતા કેસોને કારણસર આપણી સરકાર પણ ચિંતામાં છે.

વિજય રૂપાણી રાજ્યની દરેક જનતા ને આજીજી કરતાં કહ્યું કે દરેક લોકો ફરજિયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે આગામી સમયમાં સુરતમાં ૨૦૦થી પણ વધારે બેડની વ્યવસ્થા કરવામાં આવશે જેના કારણસર કોરોના ના દર્દીઓ ને સારી એવી રાહત મળે.

વિજય રૂપાણી એ સુરતના હીરાઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગના વડાઓને ચેતવણી આપતા કહ્યું કે આગામી સમયમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે અને કોરોના સંક્રમણ ન વધે તે રીતે કામ કરવાનું રહેશે. આ મુદ્દે તેઓ એ બે દિવસનો સમય આપવામાં આવે છે. તેઓએ નિર્ણય લઈને સોમવારે સરકાર ને જણાવવાનું રહેશે. આ ઉપરાંત વધારે વાત કરતા જણાવ્યું કે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માં સ્વીમિંગ ફલોર ના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી.

વિજયભાઈ રૂપાણી એ સંકેત આપતા જણાવ્યું કે સોમવાર સુધીમાં હીરા ઉદ્યોગે સરકારને જણાવવાનું રહેશે. જો તે સરકારના સવાલનો જવાબ આપવામાં નિષ્ફળ રહેશે તો આગામી સમયમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગની ફેક્ટરીઓ બંધ પણ કરવામાં આવી શકે છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*