મોડી રાત્રે ગરબા જોઈને ઘરે આવતા 3 મિત્રો સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે… એક મિત્રનું દર્દનાક મોત…

ગુજરાતમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં અંકલાવ તાલુકાના મુજકુવા સ્ટેશન નજીક રાત્રિના સમયે બે ઝડપી બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મુજકુવા ગામના ત્રણ યુવાનો રાત્રે ગરબા જોઈને ઘરે આવી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકો માંથી બે યુવકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવકનું મોત થતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર 19 વર્ષનો જયેશ નરસિંહભાઈ પઢીયાર નામનો યુવક એક હાર્ડવેરની દુકાન માં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

ગઈકાલે મોટી સાંજે જયેશ નોકરી પરથી પરત આવ્યો હતો. પછી તેને પોતાના મિત્ર હાર્દિક ને ફોન કરીને કહ્યું કે આપણે ગરબા જોવા માટે ઉમેટા જવાનું છે તું તૈયાર થઈ જાવ હું બાઈક લઈને આવું છું. પછી જયેશે ગરબા જોવા જઉં છું એ વાત પોતાના પિતાને કરી હતી એટલે પિતાએ જવાની ના પાડી હતી.

તેમ છતાં પણ જયેશ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પોતાના મિત્ર હર્ષદ અને પ્રતિક સાથે બાઈક લઈને ગરબા જોવા માટે ગયો હતો. ગરબા જોઈને લગભગ બે વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવી રહ્યા હતા. ત્યારે સામેથી આવતી અન્ય બાઇક સાથે તેમની બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટના બની ત્યારે હર્ષદ બાઇક ચલાવી રહ્યો હતો.

આ ઘટનામાં પ્રતિકા અને જયેશને સામાન્ય ઇજા પહોંચીએ ત્યારે હર્ષદના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. એટલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હર્ષદનું મોત થયું હતું. હાલમાં ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*