હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરની બહાર રમી રહેલા ભાઈ-બહેનનું એક સાથે રીબાઈ રિબાઈને મોત થયું છે. ભાઈ-બહેન સાથે કંઈક એવું બન્યું કે આખી ઘટના સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. આ ઘટનામાં 11 વર્ષના રવિન્દ્ર અને તેની 8 વર્ષની બેન મોનિકાનું કરુણ મોત થયું છે.
આ ઘટના બનતા જ તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, ઘટના બની ત્યારે પરિવારના તમામ સભ્યો ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. સાંજે કામ કરીને પરિવારના સભ્યો ઘરે પરત ફરિયા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. આ દુઃખદ ઘટના રાજસ્થાનના બાડમેર માંથી સામે આવી રહી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, શુક્રવારના રોજ બપોરના 2:00 વાગ્યાની આસપાસ રવિન્દ્ર અને તેની બેન મોનિકા શાળાએથી પરત ફર્યા હતા. ત્યારે તેમના માતા પિતા ખેતરમાં કામ કરવા માટે ગયા હતા.
ઘરે આવ્યા બાદ રવિન્દ્ર અને મોનિકા બંને રમવા લાગ્યા હતા. આ દરમિયાન ઘરમાં એક મોટી પેટી પડેલી હતી. રમતા રમતા બંને ભાઈ-બહેન આ પેટીની અંદર ઘુસીયા હતા. ત્યારબાદ પેટીનું ઢાંકણું અચાનક જ બંધ થઈ ગયું હતું અને બંને અંદર ફસાઈ ગયા હતા.
બંને પછી પેટીમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ બંને બહાર નીકળી શક્યા નહીં. જ્યારે સાંજે છ વાગ્યાની આસપાસ માતા પિતા ઘરે આવ્યા ત્યારે તેમને બાળકો દેખાયા નહીં. પછી માતા પિતાએ બંનેની શોધખોળ કરી ત્યારે તેમની નજર પેટી ઉપર ગઈ હતી.
પછી પેટી ઊંચી કરીને જોયું ત્યારે બંને માસુમ બાળક પેટીની અંદર બેભાન અવસ્થામાં પડેલા હતા. ત્યારબાદ બંનેને પેટીમાંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે આ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment