સુરત શહેરમાં બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરત પાલ-ગૌરવપથ રોડ પર ખેતર માટે પાણી ખેંચવા ગટરમાં ચાર લોકો ઉતર્યા હતા. જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. ગટરમાં ઉતરેલા લોકોનો સંપર્ક ન થતા સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
આ દરમિયાન ગટરમાંથી 3 લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં ગટરમાં ગૂંગળામણના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકની ઉંમર 20 વર્ષની હતી અને તેનું નામ દર્શન સોલંકી હતું. દર્શન સોલંકી મૂળ સુરત જિલ્લાના બરબોધન ગામનો રહેવાસી હતો.
View this post on Instagram
તે સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા ટી.આર.દેસાઈ નામના વ્યક્તિના ખેતરમાં કામ કરતો હતો. આ દરમિયાન તે લોકો ખેતરમાં પાણી માટે પાલિકાની ગટરમાંથી મોટર વડે પાણી બહાર કાઢતા હતા. પાણી બહાર કાઢતી વખતે લાઇનની આડુ કાંઈક આવી ગયું હતું, જેના કારણે દર્શન 20 ફૂટ ઊંડા ગટરમાં ઉતર્યો હતો. પરંતુ ઘણો સમય થઈ ગયો છતાં પણ ગૌતમનો કોઈ સંપર્ક થયો નહીં, એટલે એક પછી એક એમ કરીને કુલ ત્રણ લોકો ગટરમાં ઉતર્યા હતા.
આ દરમિયાન ગટરમાં ઉતરેલા ચારેય લોકો અંદર બેભાન થઈ ગયા હતા. પછી આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ અલગ અલગ વિસ્તારની ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ એક યુવતી સહિત ચાર લોકોને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ગટરમાં સૌપ્રથમ ઉતરેલા દર્શન સોલંકીનું કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દર્શનના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાડ રૂદન કર્યું હતું.
જાણવા મળી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ટીમે ચારેય લોકોને ગટરમાંથી બહાર કાઢી આબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં દર્શનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment