સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થતા હોય છે. જેને જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, એક કપલ એક ધોધ પાસે એન્જોય કરતા નજરે પડી રહ્યા છે.
બંનેના ચહેરા ઉપર ખૂબ જ ખુશી જોવા મળી રહે છે. બંને ધોધ પાસે ફોટો પાડવાની કોશિશ કરે છે. પરંતુ થોડીક જ સેકન્ડમાં કંઈક એવું બને છે કે ત્યાં હાજર સૌ કોઈ લોકોની ચીસો નીકળી ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો, વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર ધોધ દેખાઈ રહ્યો છે. આ ધોધની સામે એક ટેકરા પર કેટલાક લોકો ઉભેલા નજરે પડી રહ્યા છે.
આ દરમિયાન એક કપલ ટેકરા પરથી થોડીક નીચે ઉતરીને ફોટો પડાવવા માટે જાય છે. ત્યારે ફોટોગ્રાફર તરત જ બંનેને ઉપર આવવાનું કહે છે. બંને ત્યાંથી ઉપર ચડે છે અને પછી તરત જ એક વિશાળ મોજુ ટેકરા સાથે આવીને અથડાય છે. ત્યારે ટેકરા ઉપર હાજર લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે પાછળની તરફ ભાગ્યા હતા. આ સમગ્ર દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયા હતા.
View this post on Instagram
જો ટેકરા પરથી થોડીક નીચે ઉતરીને ફોટો પડાવવા ગયેલું કપલ યોગ્ય સમયે ત્યાંથી દૂર ગયું ન હોત તો બંને પાણીમાં તણાઈ ગયા હોત. આ ઘટનામાં બંનેનો માંડ માંડ જીવ બચ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો તમને લોકોને એક સૂચના આપવામાં આવ્યા છીએ કે, કોઈ પણ દિવસ આવી જોખમી જગ્યા પર સેલ્ફી કે ફોટો લેવાના પ્રયત્નો ન કરવા કારણકે આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment