રક્ષાબંધનના દિવસે ભાઈનું હાર્ટ એટેકથી કરુણ મોત… બહેને ભાઈના પાર્થિવ દેહને રાખડી બાંધી… વિડીયો જોઈને રડી પડશો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. આજકાલ લોકોને નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવી જાય છે, હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. હાલમાં રક્ષાબંધનનો તહેવાર ચાલી રહ્યો છે અને આ તહેવારમાં એક બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે.

છતાં પણ તેને તેના ભાઈના મૃતદેહને રાખડી બાંધીને રક્ષાબંધન મનાવી છે. આ ઘટના તેલંગાણા માંથી સામે આવી છે, તેલંગાણામાં રક્ષાબંધન પર એક જ દુઃખદ ઘટના ના સમાચાર સામે આવ્યા છે. રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા આવેલી બહેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ખરેખર પોડ્ડાપલ્લી જિલ્લામાં રક્ષાબંધનના દિવસે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

નાની બહેને રડતા રડતા તેના મૃત ભાઈને રાખડી બાંધી અને ભીની આંખે તેને વિદાય આપી હતી. આ ઘટનાનો હૃદય દ્રાવક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વીટર પર પોસ્ટ કરાયેલા આ વાયરલ વીડિયોમાં એક રડતી બહેને તેના મૃતભાઈ ને રાખડી બાંધતી અને તેના કપાળ પર ચુંબન કરતી જોવા મળે છે.

મૃત વ્યક્તિના કપાળ પર પણ ટીકા લગાવવામાં આવે છે, આ બહેન પોતાના ભાઈને છેલ્લી વાર રાખડી બાંધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકની ઓળખ ચૌધરી કનકૈયા તરીકે થઈ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કનકૈયા મૃત્યુ બાદ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

તેની નાની બહેન રક્ષાબંધનનો તહેવાર હોવાથી તે તેના મોટાભાઈના કાંડા પર રાખડી બાંધી રહી છે અને રડી રહી છે. મૃતદેહ પાસે બેઠેલા પરિવારના લોકો પણ ખૂબ જ રડી રહ્યા છે. હાલમાં ભાઈ પ્રત્યેનો એક બહેનનો પ્રેમ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*