આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. અમુક વિડિયો તો એવા હોય છે જેને જોઈને લોકો ચોકી જાય છે. સોશિયલ મીડિયા પર પક્ષી અને પ્રાણી પ્રેમીઓના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણા લોકો પક્ષીઓ અને પ્રાણીઓને પાળે છે અને પક્ષીઓ પ્રાણીઓ તેમની વાતો પણ માને છે અને તેમનો અવાજ સાંભળતા જ દોડી આવતા હોય છે.
ત્યારે હાલમાં જ ગીર સોમનાથમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના એક વ્યક્તિના મગર પ્રેમ નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો ચોકી ગયા છે, આમ તો મગરને જોઈને લોકોનો પરસેવો છૂટી જાય છે.
પરંતુ આ વિડિયો કદાચ કલ્પી પણ ન શકાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વૃદ્ધ એક પરિવાર સાથે મગરને બોલાવે છે અને તેના ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. ત્યારબાદ મગરને શીતલ જય ખોડીયારમાં બોલે માથા પર હાથ પણ ફેરવે છે.
આ વિડીયો વેરાવળ નજીક આવેલા સવની ગામ નજીક ખોડીયાર મંદિરના ગાગડીયા ધોધનો માનવામાં આવે છે. ત્યાં પાણીમાં એક મગર વસવાટ કરે છે અને જ્યારે પણ જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતી મગરને શીતલ નામથી બોલાવે છે. ત્યારે મગર ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય પરંતુ જીવા ભગત શીતલ નામથી બોલાવતા જ મગર તેમની પાસે આવી પહોંચે છે.
જીવા ભગત તેને ખોરાક આપે છે ત્યારબાદ તેમના માથા પર હાથ પહેરે છે જે બાદ મગર પાછી ઊંડા પાણીમાં જતી રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોને જોઈને લોકો ચોકી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment