ગુરૂવારના રોજ સવારના સમયે બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર રોંગ સાઈડમાં આવતી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર થતા આ અકસ્માતની ઘટના બની હતી.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે આવી હતી. ત્યારબાદ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બે બાળકો અને બસના ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્રણેયને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના બની ત્યારે સ્કૂલ બસમાં 30 થી 40 જેટલા બાળકો હાજર હતા. બસ પોતાની સાઇડ પર જઈ રહી હતી.
આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે બસની જોરદાર ટ ક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં બસના ડ્રાઇવર અને બે બાળકોને ઈજા પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો ટ્રકનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ટ્રકનો પીછો કરીને ડ્રાઇવરને પકડી પાડ્યો હતો.
રોંગ સાઈડમાં આવતા ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે… pic.twitter.com/4LQO2OTroZ
— GUJJU ROCKZ (@gujju_rockz) September 1, 2023
ઈજાગ્રસ્ત થયેલા બંને બાળકો અને સ્કૂલના ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણેયને સામાન્ય ઇજા પહોંચી હતી. સદનશી બે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની થઈ નથી. અકસ્માતની ઘટના બની ત્યારે બસ અને ટ્રકની સ્પીડ ઓછી હતી. આ કારણોસર ભયંકર અકસ્માત સર્જાયો નથી. ત્યારે હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment