આજકાલ સોશિયલ મીડિયા પર રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે, રખડતા ઢોરોને કારણે ઘણા લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા છે. હાલમાં આવી જ એક ઘટના નો વિડીયો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. રાજ્યનું સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું અમદાવાદ શહેરમાં હવે માનવ વસ્તીની સાથે સાથે રખડતા ઢોરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
રસ્તે ચાલતા લોકોને પણ રખડતા ઢોર થી બચવું પડે છે. શહેરના નરોડા વિસ્તારમાં એક મહિલા ચાલતી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તા ઉપર ઉભેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. ગાયના હુમલા થી મહિલા નીચે પડી જતા તેને ગાયે શિંગડા માર્યા હતા, ગાયના હુમલા થી શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
વિગતવાર જાણીએ તો નરોડા વિસ્તારમાં નવરંગ ફ્લેટ પાસે વર્ષાબેન પંચાલ નામની મહિલા સોમવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ ઉપર ગાયોનું ટોળું ઊભું હતું અને અચાનક જ એક ગાયે તેમને જોઈને તેમની પાછળ પડી હતી. વર્ષાબેન દોડવા ગયા એ દરમિયાન તે નીચે પડી ગયા અને ગાયે તેની પર હુમલો કરી દીધો હતો. 20 સેકન્ડ સુધી મહિલા પર હુમલો કરીને તેમને ઇજાઓ પહોંચાડી હતી.
ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી હતી, ત્યારબાદ મહિલાને શરીરના ભાગે ઈજાઓ થતા 108 બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને 15 દિવસ સુધી આઈસીયુમાં રાખવા પડે એવી પરિસ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે.
રખડતા પશુઓને લઈને નિયંત્રણ માટે ઢોર પોલીસી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. ઢોર નિયંત્રણ પોલિસી નો અમલીકરણ હજી સુધી કરવામાં આવ્યો નથી. અમદાવાદના તમામ વિસ્તારોમાં રોડ ઉપર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આખા દિવસમાં શહેરમાંથી રોજના 50થી પણ ઓછા ઢોર પકડવામાં આવતા સીએનસીડી વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં દરરોજ સાંજે 15 થી વધુ ગાયો રખડતી જોવા મળે છે. રખડતા પશુઓ રોડ ઉપર આવી જાય છે અને વચ્ચે બેસી જાય છે જેના કારણે અકસ્માતનો ભોગ બને છે. રખડતા ઢોરોને કારણે લાખો નાગરિકોને આવા અકસ્માત નો સામનો કરવો પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment