હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખેડૂતે ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતે બે વીઘા જમીનમાં મગફળી અને અડદનો પાક વાવ્યો હતો. પરંતુ ખેતરની નજીકથી પસાર થતી નદીમાં પાણીનો સ્ત્રોત વધતા નદીનું પાણી ખેતરમાં ઘૂસી ગયું હતું.
જેના કારણે ખેતરમાં વાવેલો બધો પાક બરબાદ થઈ ગયો હતો. પાક બરબાદ થતાં ખેડૂત ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને આ કારણોસર તેમને ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.
આ સુસાઇડની ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા ખેડૂતનું નામ પરીક્ષિત પાલ હતું અને તેમની ઉંમર 42 વર્ષની હતી. તેઓ ખેતી કામ અને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરીક્ષિત ભાઈ પોતાના બે વીઘાના ખેતરમાં મગફળી અને અડદનો પાક વાવ્યો હતો.
પરંતુ ખેતરની બાજુમાંથી પસાર થતી નદીનું પાણી ખેતરમાં ઘૂસી જતા બધો પાક બરબાદ થઈ ગયો હતો. પાક બરબાદ થતાં જ પરીક્ષિતભાઈ આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. તેમને પહેલેથી જ કેટલાક લોકોને રૂપિયા આપવાના હતા અને તેવામાં ખેતરમાં પાક નિષ્ફળ થતાં તેમનું દેવું વધી ગયું હતું.
જેના કારણે પરીક્ષિતભાઈ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને શનિવારના રોજ સાંજના સમયે ઘરની અંદર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બની ત્યારે મૃત્યુ પામેલા પરીક્ષિત ભાઈના પત્ની અને તેમના માતા શ્રી બહાર બેઠા હતા. પરીક્ષિત ભાઈના મૃત્યુના કારણે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment