સાયકલ લઈને ઘરેથી નીકળેલી 17 વર્ષની વિદ્યાર્થીનીએ ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કર્યું…માતા-પિતાનું હૈયાફાટ રૂદન…

તમે છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીની માલગાડીની સામે કૂદીને સુસાઇડ કર્યું છે. ઘટનાસ્થળથી થોડીક દૂર વિદ્યાર્થીનીની સાયકલ પણ મળી આવી હતી. આ સોસાયટીની ઘટના ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી સામે આવી રહે છે. આ ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. દીકરી એ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

ઘટનાને લઈને સ્થાનિક લોકોએ જણાવ્યું કે યુવતીએ સૌપ્રથમ સાયકલ પાર્ક કરી હતી અને ત્યારબાદ માલગાડીની સામે કૂદી ગઈ હતી. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીની ઉંમર 17 વર્ષની હતી. તે કોલેજમાં ઇન્ટરની વિદ્યાર્થીની હતી. જાણવા મળી રહ્યું છે કે તે એક વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી સાયકલ લઈને કોચિંગ પર જવા માટે નીકળી હતી.

સાયન્સનું કોચિંગ કર્યા બાદ તે અંગ્રેજીનું કોચિંગ કરવા માટે જતી હતી. ત્યારે તે અંગ્રેજીના કોચિંગમાં જવાની જગ્યાએ રેલવે ટ્રેક પર પહોંચી હતી. તેને સૌ પ્રથમ રેલવેટ એક થી થોડીક દૂર પોતાની સાઇકલ પાર્ક કરી હતી. પછી ધીમે ધીમે રેલવે ટ્રેક તરફ આગળ વધી હતી. ત્યારબાદ રેલવે ટ્રેક પર આવતી માલગાડી સામે કોઈને વિદ્યાર્થીનીએ સુસાઇડ કરી લીધું હતું.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની માહિતી જીઆરપી ને આપી હતી. ઘટનાની માહિતી મળતા જ જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની પાસેથી મળેલા મોબાઇલમાંથી તેની ઓળખ કરીને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી.

દીકરીના મોત ના સમાચાર મળતા જ પરિવારના સભ્યો રડતા રડતા રેલવે ફાટક પાસે પહોંચી ગયા હતા. પરિવારના સભ્યોને પણ સમજાતું નથી કે તેમની દીકરીએ આ પગલું શા માટે ભર્યું. હાલમાં તો પોલીસે સુસાઇડ પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*