તંત્રની બેદરકારીના કારણે 8 વર્ષના બાળકનું તડપી તડપીને કરુણ મોત… 3 બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં જ એક ઘટના ગુજરાતમાંથી સામે આવી છે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં રોડ અકસ્માતમાં ઘણા લોકોના મોત થતા હોય છે તો અન્ય ઘણા અકસ્માતમાં પણ લોકો પોતાનો જીવ ગુમાવે છે.

ત્યારે હાલ એક ઘટના કચ્છના અંજારમાંથી સામે આવી છે, જેમાં તંત્રની બેદરકારીના કારણે એક આઠ વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંજાર શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલી અંજની વિહાર સોસાયટીમાં રાત્રે આઠ વાગ્યાની આસપાસ બાળકો રાબેતા મુજબ સોસાયટીમાં રમી રહ્યા હતા.

આ દરમિયાન આઠ વર્ષીય દર્શન બાંભણિયા PGVCl ના પોલ પાસે રમી રહ્યો આજે અચાનક તેનો હાથ પોલ પર ખુલ્લા મુકવામાં આવેલા અર્થીંગના વાયરને અડી ગયો જેના કારણે તેને જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે નીચે પટકાયો હતો. સોસાયટીના રહીશો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર માટે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, આ ઘટનાની જાણ થતા પરિવારજનો અને સમગ્ર સોસાયટીમાં માતમ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં સગા વહાલા અને સોસાયટીના રહીશો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને માહોલ ગમગીન બની ગયો હતો. દર્શિલ ત્રણ બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો અને તેના નિધનથી પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. માસુમ બાળકના મોતથી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે,

થોડા દિવસ પહેલાં જ અખબાર યાદી પીજીવીસીએલ અને અંજાર નગરપાલિકા તંત્રને ચેતવયા હતા. દિવાબતી ના સીધા જોડાણને દૂર કરવામાં આવે કારણ કે આ ખુલ્લા વાયરના કારણે કોઈનો પણ જીવ જઈ શકે છે. પરંતુ તંત્ર જાગ્યું નહીં અને હવે એક માસુમનો જીવ ચાલ્યો ગયો ત્યારે આ ઘટનાની જવાબદારી કોણ લેશે ? દર્શિલ ત્રણ બહેનો વચ્ચે એકમાત્ર લાડકવાયો ભાઈ હતો ત્યારે તેના પરિવાર પર અત્યારે શું વીતતી હશે એ પોતે જ સમજી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*