પોલીસ હોમગાર્ડ જવાને ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું, મરતા પહેલા સુસાઇડ નોટ માં લખ્યું કે “મારી પાસે 18 કલાક…”

Published on: 10:54 am, Fri, 11 August 23

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે, આ ઘટનામાં એક હોમગાર્ડ જવાને ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. સુસાઇડ કરતા પહેલા હોમગાર્ડ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેમને લખ્યું હતું કે, તેઓ પોલીસ વિભાગમાં તૈનાત અધિકારીઓના ત્રાસથી પરેશાન થઈ ગયા હતા.

આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે, હોમગાર્ડ પોલીસ સ્ટેશનના અધિકારીઓથી કંટાળીને સુસાઇડ કરી લીધું છે. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલા હોમગાર્ડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મૃત્યુ પામેલા હોમગાર્ડનું નામ અખિલેશ તિવારી હતું. અખિલેશ તિવારી ડાયલ 112 PRV મોટરસાયકલ પર તૈનાત હતા. અખિલેશ તિવારીએ ગુરૂવારના રોજ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. અખિલેશ તિવારી પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમને પોલીસ અધિકારીઓ હેરાન કરતા હતા તેઓ આરોગ લગાવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે અખિલેશ તિવારી કેન્સરથી પીડિત હતા. એટલા માટે તેઓ બે દિવસ પહેલા રજા લઈને સારવાર માટે આવ્યા હતા. આ દરમિયાન તેમને ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. અખિલેશ તિવારીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, DIAL 112ના તમામ લોકો તેમને ટોર્ચર કરતા હતા.

તેમની પાસે 12 થી 18 કલાક સુધી ડ્યુટી કરાવતા હતા. આથી તેઓ સુસાઇડ કરે છે. જાણવા મળી રહ્યું છે કે અખિલેશ તિવારી 8:00 કલાક ડ્યુટી કરવા માંગતા હતા. પરંતુ અધિકારીઓ તેમની વાત સાંભળવા માટે તૈયાર ન હતા. હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોલીસ હોમગાર્ડ જવાને ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું, મરતા પહેલા સુસાઇડ નોટ માં લખ્યું કે “મારી પાસે 18 કલાક…”"

Leave a comment

Your email address will not be published.


*