આજકાલ સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં નાની નાની વાતમાં કેટલાક વ્યક્તિઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ અકે ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ સાવ નાની એવી વાતમાં પોતાના રૂમમાં જઈને ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.
મહિલાના સુસાઇડના ત્રણ કલાક પછી આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પછી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી મહિલાના મૃતદેહને નીચે ઉતારીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ માંથી સામે આવી રહે છે. અહીં એક 28 વર્ષની પ્રીતિ ગુપ્તા નામની મહિલાએ બુધવારના રોજ સાંજના સમયે જમ્યા બાદ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. જમ્યા બાદ પ્રીતિ પોતાના રૂમમાં સુવા માટે વહી ગઈ હતી.
સાત વાગ્યાની આસપાસ ઘરના સભ્યોએ પ્રીતિના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. પછી તો પરિવારના સભ્યોને શંકા ગઈ હતી અને આસપાસના લોકો પણ ઘરે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોએ અને અન્ય લોકોએ મળીને પ્રીતિના રૂમનો દરવાજો તોડ્યો, ત્યારે અંદરથી પ્રીતિ લટકતી હાલતમાં મળી આવી હતી.
પ્રીતિને જોઈને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. મળતી માહિતી અનુસાર લાલ ગુપ્તા નામના વ્યક્તિના લગ્ન પાંચ વર્ષ પહેલા પ્રીતિ નામની જ્યોતિ સાથે થયા હતા. બંનેને સંતાનમાં બે વર્ષની દીકરી લક્ષ્મી અને ચાર વર્ષનો દીકરો કૃષ્ણ છે. આ ઘટના બનતા જ બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
જાણવા મળી રહ્યું છે કે પ્રીતિ બુધવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ કપડાં ધોતી હતી. પ્રીતિ એ તેના અને તેના પતિના કપડાં ધોયા પરંતુ તેના સાસુ-સસરાના કપડા ધોયા નહીં. આ બાબતને લઈને થોડીક દલીલો થઈ ગઈ હતી. આ કારણોસર પ્રીતિએ સુસાઇડ કરી લીધું છે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં તો ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment