આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માતો તો એવા હોય છે જે જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. આવી જ એક અકસ્માતની ઘટના આણંદમાંથી સામે આવી છે, આણંદ જિલ્લાના ખંભાતમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
જ્યાં બાઈક ચાલકે અચાનક ટર્ન લેતા પુરપાટ ઝડપી આવી રહેલી એક કાર તેના પર ફરી વળી હતી. કારની સ્પીડ ના કારણે અકસ્માત બાદ બાઈક અને બાઈક ચાલક ફૂટબોલની જેમ ફંગોળાયા હતા. કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે બાઈક સવારનો ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
હાલ અકસ્માત અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અકસ્માત દરમિયાન બાઇક ચાલક કેવી રીતે ફંગોળાયો હતો. મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખંભાતમાં બામણવા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે.
આણંદઃ બાઈક ચાલકે ટર્ન લેતા કારે ફુટબોલની જેમ ફંગોળ્યો, જુઓ લાઈવ વિડીયો#Anand #CarAccident #RoadAccident #Video pic.twitter.com/x5QTEWuK4N
— Navajivan News (@NewsNavajivan) August 7, 2023
જેમાં એક બાઈક ચાલક અચાનક ટર્ન લેતા સામેની સાઈડથી આવતી એક કારે બાઇકને અડફેટમાં લીધી હતી. સમગ્ર અકસ્માત નો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કારની ટક્કરબાદ બાઈક સવાર ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો અને રોડ પર પટકાયો હતો.
અકસ્માત બાદ બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતને લઈને પોલીસને જાણ કરવામાં આવતા ખંભાત રૂલર પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઉંદેલ ગામના સુનિલ પ્રજાપતિ કાર લઈને પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન બામણ ગામના રમણ સોલંકી રોડ પરના પેટ્રોલ પંપ બાજુ અચાનક ટર્ન લઈને રસ્તાની બીજી બાજુ આવવા જતાં કાર સાથે અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈક સવાર રમણનુ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, સમગ્ર અકસ્માત અંગે ખંભાત રૂલર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment