ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. રાજકોટના રૈયારોડ જીવંતીકાનગરમાં રહેતા 42 વર્ષના વાલજીભાઈ ચનાભાઈ વાઘેલા નામના વ્યક્તિએ વહેલી સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે આર્થિકભિંસથી કંટાળીને વાલજીભાઈ સુસાઇડ કર્યું હતું.
વિગતવાર વાત કરીએ તો વાલજીભાઈ રૈયારોડ જીવંતીકાનગર શેરી નંબર પાંચમાં રહેતા હતા. વહેલી સવારે તેમને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની માહિતી મળતા જ ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વાલજીભાઈ રેસકોર્સ પાસે પાનની કેબીન રાખીને વેપાર ધંધો કરતા હતા. થોડાક સમય પહેલા વાલજીભાઈ મકાન લેવા માટે બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ ધંધામાં ટૂંકી આવક ના કારણે વાલજીભાઈ બેંકના લોનના હપ્તા ભરી શકતા ન હતા.
એક બાજુ કમાણી ઓછી થતી હતી અને બીજી બાજુ સતત લોનને હપ્તા ચડતા હતા. જેના કારણે તેઓ સતત ટેન્શનમાં રહેવા લાગ્યા હતા. છેવટે વાલજીભાઈ આર્થિકભિંસથી કંટાળીને વહેલી સવારે સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મૃત્યુ પામેલા વાલજીભાઈ બે ભાઈઓમાં નાના હતા. વાલજીભાઈ ને સંતાનમાં ચાર દીકરીઓ હતી. તેઓ પોતાની દીકરીઓનું ભરણપોષણ સરખી રીતે કરી ન શકતા હતા. જેથી તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા અને છેવટે તેમને ટેન્શનમાં સુસાઇડ કરીને દુનિયા છોડી દીધી હતી. વાલજીભાઈના મોતના કારણે ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "રાજકોટમાં મકાન માટે લીધેલી લોનના હપ્તા ન ભરાતા, ચાર દીકરીઓના પિતાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી…"