આજકાલ રાજ્યમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતા ઢોરની પણ ગંભીર સમસ્યા છે. જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે પાલનપુરમાંથી આજે કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં શેરીમાં ઉભેલા એક બાળકને ગાયે શિંગડે ચડાવીને રગદોળી નાખ્યો હતો. જોકે સ્થાનિકો દોડી આવતા બાળકનો જીવ બચી ગયો છે, ગાયે બાળકને રગદોળીયો એના સીસીટીવી પણ સામે આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, સલેમપુરા વિસ્તારમાં આવેલી નવી મસ્જિદ પાસે ગાયે બાળકને પાછળ પડી ને રગદોળી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ મહામુસીબતે બાળકને છોડાવ્યું હતું જેના સીસીટીવી સામે આવ્યા છે.
સામે આવેલા સીસીટીવી માં સ્પષ્ટ જોવા મળે છે કે બે મહિલાઓ સાથે એક બાળક શેરીમાં જઈ રહ્યો હોય છે. ત્યારે પાછળથી એક ગાય આવે છે જે પ્રથમ મહિલાને અડફેટે લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ મહિલા લાંબો હાથ કરતા અને ખસી જતા ગાય આગળ નીકળી જાય છે. ત્યારે બાળક શેરી ની એક બાજુની દીવાલને અડીને ઉભો રહે છે.
પાલનપુરમાં રખડતા ઢોરે માસુમ બાળકને પગથી ખૂંદી નાખ્યો, પછી તો કંઈક એવું થયું કે… હિમ્મતવાળા લોકો જ વિડિયો જોજો… pic.twitter.com/60orBjwbqX
— GUJJU ROCKZ (@gujju_rockz) July 31, 2023
આગળ ગયેલી ગાય પરત આવીને બાળકને શિંગડે ચડાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે બાળક ભાગવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે પડી જાય છે, ઉભો થઈને બીજી દીવાલ તરફ જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ બાળક પડી જાય છે અને ગાય તેને શિંગડે ચડાવ્યા બાદ રગદોળે છે. બાળકને ગાય પગથી રગદોળતી હોય છે ત્યારે મહિલાઓ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ તે નાકામ રહે છે જેથી મહિલાઓ બુમાબુમ કરે છે, જે સાંભળીને આજુબાજુના સ્થાનિકો દોડી આવે છે. ગાયની ચુંગાલમાંથી બાળકને માંડ માંડ છોડાવે છે. જો થોડી વાર માટે સ્થાનિકો દોડી ન આવ્યા હોત તો આ ઘટનામાં બાળકનું જીવ જઈ શકતો હોત. સ્થાનિક અગ્રણી સુતાબ કાદરીએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધવા પામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ માર્ગો પર, હાઇવે પર ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે.
જેને લઇને ટ્રાફિકની પણ સમસ્યા થાય છે, રખડતા ઢોરોએ શિંગડે ચડાવ્યા ના ઘણા બનાવો બનવા પામ્યા છે. જેમાં કેટલાક મોતને ભેટ્યા છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બાબતે નગરપાલિકા નગરસેવકો બધાને રજૂઆત કરવા છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. જિલ્લા કલેકટર આ બાબતે ગંભીરતા દાખવે અને તાત્કાલિક અસરથી પગલા ભરે નહીંતર શાળાએ જતા બાળકો અને વડીલો માટે રસ્તા પર ચાલવુ મુશ્કેલ બની જશે. પાલનપુરમાં રખડતા ઢોરોના ત્રાસના આ દ્રશ્યો પહેલી વાર સામે નથી આવ્યા અગાઉ પણ ઘણા લોકોના જીવ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment